કેશુભાઇ પટેલનું અવસાન : પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ આપતા યાદ કર્યા સંભારણા - ભગવાન તેમના આત્માને શાંતિ
ડાંગ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ અવસાન થયું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમની સાથેના પ્રસંગો વર્ણવ્યા હતા. આ સાથે શંકરસિંહે જણાવ્યું કે, કેશુભાઇ સાથે પોતાના પરિવારીક સબંધો હતા. કેશુભાઈ પટેલના હાથ નીચે જનસંઘ પાર્ટીમાં ટ્રેનિંગ લીધી હતી. તેમના થકી જ ભાજપ પક્ષ મજબૂત થયો છે. તેમજ કેશુભાઈ પટેલ બાદ ભાજપમાં આવેલા ઘણા લોકો આજે દિલ્હીમાં છે.