Junagadh Rathyatra 2022: વરસાદની વચ્ચે જગતના નાથે આપ્યા દર્શન
જૂનાગઢ શહેરમાં અષાઢી બીજના દિવસે (1 જુલાઈ) ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા (Junagadh Jagannath Rathyatra 2022) યોજાઈ હતી. અહીં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ દિવસે ધીમી ધારે વરસાદની વચ્ચે ભગવાન જગન્નાથજીએ શહેરીજનોને સામે ચાલીને દર્શન આપ્યા હતા. તો આ રથયાત્રામાં (Junagadh Jagannath Rathyatra 2022) મોટી સંખ્યામાં ભક્તો (Enthusiasm among the devotees of Junagadh) જોડાયા હતા. બીજી તરફ શહેરીજનોએ અને ખાસ કરીને મહિલાઓએ ભગવાનનાં વધામણાં કર્યા હતા. જોકે, વરસાદની વચ્ચે જગતના નાથને આવકારવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ (Enthusiasm among the devotees of Junagadh) જોવા મળ્યો હતો.