ભારે વરસાદે મચાવી તબાહી, શહેરના રસ્તા બની ગયા નદી - ઈન્દોરમાં વરસાદમાં વાહનો ધોવાયા
મધ્ય પ્રદેશ ઈન્દોરમાં ભારે વરસાદથી (Indore Heavy Rainfall) વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ કાર અને બાઇક રસ્તા પર લહેરાતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર ચાલતી જોવા મળી (Indore rainfall Vehicles Washed Away) રહી છે. ભારે વરસાદને કારણે પ્રજાપત નગર અને ઈન્દોરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઘણી જગ્યાએ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ઈન્દોરના મેયરે મોડી રાત્રે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી.