ગુજરાત

gujarat

ETV Bharat / videos

બાઇકચાલકે ગુમાવ્યો કાબૂ, પછી થયું આવું... - HIGH SPEED BIKE LOST CONTROL KERALA

By

Published : Jun 5, 2022, 12:42 PM IST

કેરળના ઇડુક્કી જિલ્લામાં એક યુવક બાઇક અકસ્માતમાં બચી ગયો હતો. હકીકતમાં, ઝડપભેર બાઇક ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો અને તે થોડે દૂર રોડ પર પડી ગયો હતો. તેની બાઇક રોડની બાજુમાં લગાવેલા ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં યુવકનો આબાદ બચાવ થયો હતો. જો નસીબે સાથ ન આપ્યો હોત તો મોટો અકસ્માત નિશ્ચિત હતો. ઘટનાની જાણ થતાં, કેરળ વિદ્યુત બોર્ડના અધિકારીઓ લાઇન કાપવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાઇક ચાલક થોડીવારમાં અન્ય બાઇક સવાર સાથે ભાગી ગયો હતો. બાદમાં ફાયર અને રેસ્ક્યુ ટીમે બાઇકને ટ્રાન્સફોર્મરથી અલગ કરી હતી. પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details