મોરબીમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો, 24 કલાક વરસાદને પગલે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી - Rain in Morbi
મોરબી: જિલ્લામાં બુધવારથી મેઘરાજાએ મહેર વરસાવી છે અને વરસાદી માહોલ વચ્ચે બુધવારે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. પાંચેય તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. બુધવારે સાંજે 6 થી ગુરુવારે સાંજે 6 સુધીમાં છેલ્લા 24 કલાકમાં ટંકારા તાલુકામાં 36 મીમી, માળિયા તાલુકામાં 15 મીમી, મોરબી તાલુકામાં 10 મીમી, વાંકાનેર તાલુકામાં 17 મીમી અને હળવદ તાલુકામાં 12 મીમી વરસાદ વરસ્યો છે. સમી સાંજના વરસેલા વરસાદે રોડ પર પાણી પાણી કરી મુક્યું હતું. વરસતા વિઝિબિલિટી ઘટી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.