ગુજરાત

gujarat

ETV Bharat / videos

માત્ર 4 કલાકમાં સુરત થયું પાણીપાણી - સુરતમાં ભારે વરસાદ

By

Published : Jun 30, 2022, 10:28 AM IST

સુરતઃ શહેર અને જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠેરઠેર સામાન્ય વરસાદ (Heavy Rain in Surat) નોંધાયો છે. જ્યારે આજે બુધવાર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં જોરદાર વરસાદ (Heavy Rain in Surat) થયો છે. અહીં વરાછા બી ઝોનમાં 35, સેન્ટ્રલમાં 5, રાંદેરમાં 8, કતારગામમાં 10, અઠવામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ઉધના ઝોનમાં વરસાદ પડ્યો નહતો. તો ગઈકાલે (બુધવારે) સવારે સુરત જિલ્લાના ઓલપાડમાં 22 મીમી, માંડવીમાં 5 મીમી વરસાદ પડ્યો હતો. આ વલસાડ જિલ્લાના ઉમરગામ, કપરાડા, પારડી અને વાપીમાં પણ 2થી 10 મીમી સુધીનો વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં સવારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે જોરદાર વરસાદ (Heavy Rain in Surat) પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. બીજી તરફ વાપીમાં 57 અને પારડીમાં 13 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી (Meteorological Department forecast for rainfall) કરી છે.

ABOUT THE AUTHOR

...view details