આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ (Heavy Rain in Banaskantha) જોવા મળ્યો હતો. અહીં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો વાવના ચોથાનેસડા, રાછેણા, ચંદનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીના (Meteorological Department Forecast for Rain) પગલે અહીં સારા વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે ધાનેરાના બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ (Heavy Rain in Banaskantha) પડ્યો હતો. તો બાપલા, વાછોલ, કુંડી, વક્તાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Heavy Rain in Banaskantha) વરસ્યો હતો.