વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામઃ જુઓ અબડાસા બેઠક પર શું છે માહોલ - election result
કચ્છઃ અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી આજે મંગળવાના રોજ સવારે આઠના ટકોરાથી શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ચૂંટણીપંચ દ્વારા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ EVM મશીનની મતગણતરી શરૂ કરવામાં આવશે. આજે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણીપંચ દ્વારા વિવિધ આયોજન અને તૈયારી કરવામાં આવી છે. કોરોનાની ગાઇડલાઇન્સ અને નિયમોના પાલન સાથે હાથ ધરાયેલી મતગણતરી 2:00 વાગ્યા સુધી ચાલુ રહે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. એક મતદાન મથક પર 1500 જેટલા મતદારોની સંખ્યા સામે આ વખતે કોરોના મહામારી ને પગલે એક મતદાન મથકમાં એક હજાર જેટલા મર્યાદિત મતદારો હોવાના કારણે 431 બુથ બનાવવામાં આવ્યા હતા. જેથી ઈવીએમમાં પણ વધારો થતા મતગણતરીમાં ચોક્કસ સમય લાગી શકે છે હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અને સુચારુ રીતે મતગણતરી ચાલી રહી છે.