અમેરીકાથી આવેલા યુગલે ગંગોત્રીમાં ચાર ફેરા લીધા, કન્યાનું સપનું થયું સાકાર જૂઓ વીડિયો
માતા ગંગાના ઉદ્દગમ સ્થાન ગંગોત્રીમાં (Marriage in Gangotri Dham) એક વિદેશી યુગલે (Foreign Couple Marriage) હિંદુ રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા છે. મૂળ પનામાના આ કપલને હિંદુ સંસ્કૃતિ તથા રીવાજ ખૂબ ગમ્યા હતા.ગંગોત્રી ધામના પુરોહિત તથા પુજારીઓએ ધામધૂમથી વિદેશી કપલનો સંસાર શરૂ કરાવ્યો. આ સાથે સદાય સાથે રહેવાના આશીર્વાદ પણ પાઠવ્યા. આ દરમિયાન વર-કન્યાના મિત્રો પણ હાજર હતા. જોસ ગોન્ઝાલીને ફિલિપ્સની માંગમાં સિંદૂર ભર્યું હતુ. જોસ ગોન્ઝાલીન અને ફિલિસાબેથે સાત ફેરા લઈને એકબીજાને જીવનસાથી બનાવ્યા હતા. કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા ગંગોત્રી ધામમાં મંગળવારે પનામાનું એક વિદેશી દંપતી પણ આવ્યું હતું. જેણે હિંદુ રીતિ-રિવાજથી સાત ફેરા લીધા હતા. વરરાજા જોસ ગોન્ઝાલેન અને કન્યા ફિલિઝાબેથ લગ્ન કરવા એક દિવસ પહેલા જ ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. આચાર્ય વિપિન સેમવાલ, ગંગોત્રી ધામના તીર્થ પુરોહિત અને ગંગા પુરોહિત સભાના પ્રમુખ પવન સેમવાલે ભગીરથ શિલા પર શાસ્ત્રો વિધી-પૂજા સાથે યુગલના લગ્ન કરાવ્યા હતા. આ દરમિયાન નવવિવાહિત વિદેશી દંપતી ગંગોત્રી ધામની સુંદરતા જોઈને મોહી ગયા હતા. કન્યા ફિલિસાબેથે કહ્યું કે દેવભૂમિના પવિત્ર ધામમાં હિંદુ ધાર્મિક વિધિઓના સાત ફેરા લઈને તેણે ધન્યતા અનુભવી હતી. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ તેને બાળપણથી જ આકર્ષે છે. તેણી ઈચ્છતી હતી કે તેણી તેની સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરે. તેમનું સ્વપ્ન આજે ગંગોત્રી ધામમાં આવીને સાકાર થયું.