ગુજરાત

gujarat

ETV Bharat / videos

બનાસકાંઠાના 2 તાલુકામાં UGVCLની નવી ઓફિસનું લોકાર્પણ, હવે કેટલી મદદ મળશે, જૂઓ - Finance Minister Kanu Desai in Banaskantha

By

Published : May 14, 2022, 11:44 AM IST

બનાસકાંઠામાં રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ (Finance Minister Kanu Desai in Banaskantha) ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ (UGVCL Office Inauguration in Banaskantha) કર્યું હતું. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન 164.32 લાખ રૂપિયાના ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- 1 અને 2, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના 486.13 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. કુલ- 1,237 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા 175 સબસ્ટેશનમાંથી કુલ- 1989 ફીડરો દ્વારા અને 1,35,619 ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- 9,37,589 જેટલા વીજગ્રાહકોને વીજપૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કુલ- 1.54 લાખ જેટલા ખેતીવાડી વીજજોડાણો કાર્યરત્ છે, જે જિલ્લાના કુલ વપરાશનો 80 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારે આજે નાણા અને ઊર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ડીસા અને પાલનપુર ખાતે નવનિર્માણ પામેલ UGVCL કચેરીનું લોકાર્પણ (UGVCL Office Inauguration in Banaskantha) કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details