મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે રાજકોટના ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા
રાજકોટ: હાલ રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જિલ્લાના ખેડૂતોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને Etv Bhart દ્વારા ખેડૂતો સાથે આ મામલે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે, હાલ જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે SMS કરવામાં આવી રહ્યા છે તે માત્ર 24 કલાક અગાઉ અથવા આગલી રાતે કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી લઈને ખેડૂતોને વાહન વ્યવસ્થા કરી શકતા નથી. સરકાર દ્વારા એક અઠવાડિયામાં ચૂકવણું મગફળી વેચ્યા બાદ કરવાની ખાત્રી આપે છે પરંતુ ત્રણ ત્રણ મહિલાઓ સુધી પૈસાની ચુકવણી કરવામાં આવતી નથી. તેમજ હાલ યાર્ડમાં ખુલ્લી બજારમાં સરકારના ટેકાના ભાવ કરતા માત્ર રૂપિયા 50થી 80 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો હાલ ઓપન બજારમાં મગફળી વેચી રહ્યા છે.