બનાસકાંઠા જિલ્લાના વાસણા ગામના ખેડૂતે શક્કરટેટીનું વેચાણ કરી 45 લાખની આવક મેળવી - શક્કરટેટી નું વેચાણ
ડિસા : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યા છે. દિવસેને દિવસે જે પ્રમાણે ટેકનોલોજીનું પ્રમાણ વધી રહ્યું છે, તેની સાથો સાથ ખેતી ક્ષેત્રે પ્રગતિ સધાઇ રહી છે. ખેડૂતો આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ અને દુનિયામાં પોતાના પાકોનું વેચાણ કરી રહ્યા છે. ડીસા તાલુકાના વાસણા ગામ પાસે રહેતા નરેશ બાબુભાઈ માળી, જેઓ વિકલાંગ હોવા છતાં પણ ખેતીમાં સફળતા મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. તેમને 45 વિઘામાં સાકર ટેટીનું વાવેતર કરીને અંદાજિત 45 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે.
Last Updated : May 24, 2022, 9:50 AM IST