પાટણમાં ઈદ-ઉલ-અઝહાની સાદગીથી ઉજવણી કરાઈ
પાટણ: શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પર્વ ઈદુલ અઝહાની કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિવિધ મસ્જિદોમાં સરકારના નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી અને અલ્લાહતાલાની બરગાહમાં હાથ ઉઠાવી કોરોના મહામારી નાબૂદ થાય અને લોકોના સ્વાસ્થ્યને તંદુરસ્તી માટે તેમજ દેશની એકતા અને અખંડિતતા કાયમ બની રહે તે માટે ખાસ દુઆ કરી હતી. કોરોના મહામારીને લઈને મોટાભાગના મુસ્લિમોએ ઘરમાં જ નમાજ અદા કરી હતી.