નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ - Drunk policeman in Barnala
બરનાલા જિલ્લાના બાજાખાના રોડ પરના પુલ પર એક પોલીસકર્મીએ મોટરસાઇકલને હડફેટે લેતા મોટરસાઇકલ પર સવાર યુવકનો પગ તૂટી ગયો હતો અને અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મી સંપૂર્ણપણે નશામાં હતો. ઘટના બાદ પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તે વાયરલ થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા બરનાલા પોલીસ કર્મચારીઓ ડ્રાઈવરને પોતાની સાથે લઈ ગયા હતા. ડ્રાઈવર એટલો નશામાં હતો કે તે ચાલી પણ શકતો ન હતો. સ્થળ પર હાજર લોકોએ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.