હૈદરાબાદમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન ઝારી, જૂઓ ભયાનક દર્શયો...
તેલંગાણાના યુવાનો અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર યુવાનો એકઠા થયા હતા અને એનડીએ સરકારનો વિરોધ કર્યો હતો. તેઓએ ઈસ્ટ કોસ્ટ ટ્રેન (જે હૈદરાબાદથી કોલકાતા જાય છે), ટ્રેનોના પાર્સલ અને સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનોમાં રેલ્વે ટ્રેક સળગાવી દીધા છે. તેમણે કેન્દ્રને અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચી લેવા અને હંમેશની જેમ સૈન્યની પસંદગી કરવાની માંગ કરી. ટ્રેક પર આગ લાગ્યા બાદ સતર્ક રેલ્વે પોલીસે દેખાવકારોની ધરપકડ કરી હતી. પરંતુ લોકો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થતાં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં કરી શકી ન હતી.
Last Updated : Jun 17, 2022, 1:31 PM IST