2 સોમનાથ ભાવનગર હાઇવે પરના હિરણ પુલની હાલત જર્જરીત - યાત્રાધામ સોમનાથ
ગીરસોમનાથઃ જૂનાગઢના માલણકાનો પુલ બેસી જવાના બનાવે સરકારને આંશિક સમય સુધી સક્રિયતા દર્શાવી હતી. ત્યારબાદ મામલો જાણે અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ રાહદારી ઓમાં ચિંતા જોવા મળી રહી છે. યાત્રાધામ સોમનાથ નજીક હીરણ નદી પર આવેલ પુલ કે જે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલો છે જે સોમનાથ દીવ તુલશીસ્યામને જોડતો આ પુલ પરથી દેશ વીદેશના ટુરીસ્ટો પસાર થાય છે. આ પુલ વર્ષો પુરાણો છે. સાથે જર્જરીત હાલાતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર જિલ્લાના 4 મહાકાય ઊધ્યોગો આવેલા છે. સાથે ભારે લોડ સાથેના વાહનો પસાર થાય છે ત્યારે નાના વાહન ચાલકો ધ્રૃજી ઊઠે છે. ત્યારે તાકીદે આ પુલ બાબતે તંત્રએ જાગવુ જરૂરી છે તેવુ સ્થાનીકો સહીત તમામ રાહદારીઓ ઈચ્છે છે.