જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું, જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે - District Police Chief
જામનગર : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે માનવ મહેરામણ ઉમટતા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મત ગણતરી મથક પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ હોવાથી કોવિડની ગાઈડલાઈનનો ભંગ થતો હોવાના દ્રશ્યો સર્જાયા હતા.