મોરબીના કોંગ્રેસ આગેવાન જયંતિ પટેલે મતદાન કર્યું - congress leader
મોરબી : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી છે. જે અંતર્ગત મોરબી ખાતે વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના આગેવાન જયંતિ પટેલે સહપરિવાર શક્તિ પ્લોટમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે મતદાન કર્યું હતું. પ્રજા કોંગ્રેસને સાથ આપશે, તેવો આશાવાદ પણ જયંતિ પટેલે વ્યક્ત કર્યો હતો.