મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ RSSના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી - RSS chief
ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ RSS(રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ)ના વડા મોહન ભાગવત સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા RSSના સંચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતની વિધાનસભાની આઠેય બેઠક પર ભાજપનો વિજય થશે. આ સાથે કોંગ્રેસ દ્વારા થઇ રહેલા આક્ષેપો મુદ્દે તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.