બેકાબૂ કાર પૂલ પરથી નદીમાં પડી ને પછી... - Zuari River
ગોવામાં બુધવારે એક દુ:ખદ અકસ્માતમાં ચાર લોકોના મોત (Car Falla Into Zuari River In Goa Four Killed) થયા હતા. આ અકસ્માતમાં એક કાર બેકાબૂ થઈને પુલ પરથી જુવારી નદીમાં પડી ગઈ હતી, જેમાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, ચારેય વ્યક્તિઓ એક ગામમાંથી જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત બુધવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો. આ પછી સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.