ગાંધીધામ નગરપાલિકાના 13 વૉર્ડ માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા - કોંગ્રેસ
કચ્છ : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગાંધીધામ નગરપાલિકાના 13 વૉર્ડની 52 બેઠકો માટે 13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માટેનો આખરી દિવસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીધામ તાલુકા પંચાયતની 16 બેઠકો છે. ગાંધીધામની બેઠકો માટે ભાજપના પૂર્વ સભ્યોને ટિકિટના આપતા નારાજગી વ્યક્ત કરાવામાં આવી હતી.