Botad Latthakand Case: મૃતકોની એકસાથે નીકળી અંતિમયાત્રા, ગામ હિબકે ચડ્યું - Botad Latthakand Case
અમદાવાદઃ બોટાદમાં બરવાળાનું રોજિદ ગામ આજે હિબકે (Antim Yatra in Rojid Village) ચડ્યું હતું. કારણ કે, અહીં લઠ્ઠાકાંડમાં (Botad Latthakand Case) મૃત્યુ પામેલા લોકોની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. આ સાથે જ આજે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. આજે વહેલી સવારથી એકસાથે 5-5 મૃતકોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના (Botad Latthakand Case) કારણે મોડી રાત્રે અનેક લોકોની તબિયત લથડતા તમામને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. આ સાથે અત્યાર સુધી લઠ્ઠાકાંડના કારણે 18 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આજે રોજિદ ગામમાં મૃતકોની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી.