જલારામબાપાની 221મી જન્મજયંતિની નિમિત્તે પોરબંદરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન - occasion of Jalarambapa's 221st birth anniversary
પોરબંદર : શનિવારના રોજ જલારામની 221મી જન્મજયંતિની નિમિતે પોરબંદર ખાતે જલારામ બાપાના મંદિરની સામે મોરઝરીયા પરિવાર અને સામાણી પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સેવાભાવી લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જલારામ જયંતિ નિમિત્તે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.