ઉમરગામ નગરપાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવારોએ ખુશી વ્યક્ત કરી - Umargam municipal election 2021
વલસાડ : જિલ્લાની ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરીમાં વૉર્ડ નંબર એકના અને વૉર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો વિજેતા બનતા તેમના સમર્થકોએ ઉમેદવારોને ખભા પર ઊંચકીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલના ચારુશીલા પટેલ, જયશ્રી માછી, ચેતન ધનું અને આદિત્ય કરુલકર વિજેતા જાહેર થયાં હતાં. જ્યારે વૉર્ડ નંબર 2માં ભાજપની પેનલના ગૌરવ કોન્ટ્રાકટર, ચંદ્રાવતી માછી, હિરવ ખરપડીયા, યજ્ઞિતા માછી વિજેતા જાહેર થયાં હતાં. વિજેતા ઉમેદવારોએ પોતાની ખુશી વ્યક્ત કરી મતદારોનો આભાર માન્યો હતો. આ સાથે પોતાના વિસ્તારના રસ્તાના, ગટરના અને લાઈટ-પાણીના કામો કરવાના કોલ આપ્યાં હતાં.