ખંભાળિયા નગરપાલિકામાં 26 સીટ ભાજપનો જીત, ઢોલ નગારા સાથે વિજય રેલી યોજાઇ - victory rally
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણી 2021માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. મોટા ભાગના વૉર્ડમાં ભાજપની પેનલનો વિજય થતા ભાજપ શહેરમાં અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારોને સ્વાગત કરવા ઢોલ નગારા સાથે કાર્યકરો મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. આ સાથે ભાજપ શહેર પ્રમુખ દ્વારા પણ ભાજપ પર દાખવેલો વિશ્વાસ નહીં તૂટે અને તમામ મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો હતો.