ભાજપમાં ભડકો, રાજપીપળામાં 2 મહિલાઓને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી - Bharatiya Janata Party
નર્મદાઃ જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં અત્યારે અપક્ષ મોટી સંખ્યામાં ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો છે અને ભારતીય જનતા પાર્ટીની બે મહિલા નેતાઓએ રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નંબર 5માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને બંને ભાજપની મહિલા નેતાઓનું કહેવું છે કે, તેઓ પક્ષમાં ટિકિટ માગી હતી પરંતુ તેમને અવગણીને બીજાને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે તેઓ હવે અપક્ષમાંથી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. સરોજબેન તડવી, અને મનીષા ગાંધીએ ભાજપમાં મહિલાઓ ટિકિટ માગી હતી પણ ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી કરી છે અને પક્ષે ટિકિટ આપવામાં ભેદભાવ કર્યો હોવાનું કહેવું છે હવે જોવાનુંએ રહ્યું કે, ભાજપ આ બંને મહિલાઓને મનાવવા માટે કેવા પ્રયાસો કરે છે.
Last Updated : Feb 12, 2021, 10:04 PM IST