અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજનઃ વડોદરામાં ઉત્સવનો માહોલ - ધર્મનાદ
વડોદરાઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના ભૂમિપૂજન નિમિત્તે વડોદરા શહેરમાં અનેરો ધર્મનાદ જોવા મળ્યો હતો, ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારના અડુકિયો-દડુકિયો સામાજિક ટ્રસ્ટ તથા યુવા ગ્રૂપના ઉપક્રમે ભૂમિપૂજનની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. ફૂલ વડે ભારત દેશનો નકશો બનાવી તેમાં દિવડાથી શ્રીરામ અંકિત કરવામાં આવ્યું હતું અને દિપોત્સવ મનાવ્યો હતો. જેને લઈ વાતાવરણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.