મહેસાણાના ભેસાણાના યુવકને જાપાનથી બ્રેઈન સ્ટોની ગંભીર બીમારીની હાલતમાં ભારત લવાયો - Serious illness
મહેસાણા : ભેસાણા ગામનો પટેલ જયેશ નામનો 33 વર્ષીય યુવક 3 વર્ષ અગાઉ વર્ક પરમીટ સાથે જાપાન વર્ક માટે ગયો હતો. જ્યાં તેને અચાનક બ્રેઈન સ્ટ્રોક જેવી બીમારી થતા ત્યાં પ્રાથમિક સારવાર અપવામાં આવી રહી હતી. જોકે ત્યાંથી હજારો કિલોમીટર દૂર વતનમાં યુવકની બીમારી વિશે જાણ થતાં પરિવાર સહિતના લોકો ભારે દુઃખમાં મૂકાયા હતા, ત્યારે જાપાનથી યુવકને ભારત લાવવા માટે ખૂબ મોટો ખર્ચ થતો હોવાથી સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંદાજે 40 લાખ જેટલું દાન મળતા દર્દી જયેશને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન સાથે ભારત લવાયો હતો. જેથી યુવકના પિતા અને ભારતીય તબીબને સાથે રાખી યુવકને ભારત લાવવામાં આવ્યો છે અને હાલમાં આ યુવકને અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.