રથયાત્રા પૂર્વે હોમગાર્ડના જવાનોની પરેડ - ahmedabad
અમદાવાદ: પોલીસ સાથે ખભે ખભો મિલાવી જાનમાલનું રક્ષણ કરતા હોમગાર્ડઝ જવાનો દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખડેપગે પોતાની ફરજ નિભાવશે. પરંપરાગત રીતે નિકળનાર રથયાત્રાની સુરક્ષા માટે હોમગાર્ડ જવાનોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગ રૂપે પૂર્વ તૈયારીઓની અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાડન્ટે સમીક્ષા કરી હતી. ભગવાન જગન્નાથજીની 2019માં અષાઢી બીજે યોજાનાર રથયાત્રાની જુદી-જુદી વિધિઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગૃહવિભાગ દ્વારા પણ રથયાત્રા સંદર્ભે વિવિધ પ્રકારની વિશેષ સુરક્ષાઓની તૈયારીઓ કરી છે, ત્યારે પોલીસ, એસઆરપી, પેરા મિલિટરી ફોર્સ અને અન્ય સુરક્ષા દળ સાથે ખભે ખભો મિલાવી જાનમાલનું રક્ષણ કરતા હોમગાર્ડ જવાનોની ખાસ પરેડ ડિવિઝન 10 અનિલસ્ટ્રાચ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેનું સીધું નિરિક્ષણ અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડ કમાન્ડટે કર્યું હતું અને રથયાત્રા સંદર્ભે વિશેષ સલાહ સૂચન આપ્યાં હતા.