રાજકોટ: ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ લાગ્યા બેનરો - કોંગ્રેસના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં વોર્ડ નંબર.5માં કોંગ્રેસના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ ધણા સમયથી દૂષિત પાણીના પ્રશ્નને લઈને બેનરો લગાવામાં આવ્યા છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે લલીત વસોયાને જેતપુર ડાઈંગનુ દૂષિત પાણી દેખાય છે. પણ ધોરાજી વિસ્તારમાં આવતુ ડહોળુ પાણી દેખાતુ નથી. ધારાસભ્ય લલિત વસોયાએ બે દિવસે પાણી આપવાના વાયદા કરેલા હતા. અત્યારે જળાશયો છલકાયેલા છે. છતા ધોરાજી નગરપાલિકા દ્વારા 5 થી 6 દિવસે પ્રદુષિત પાણીનુ વિતરણ થાય છે. ધોરાજીની જનતાનુ આરોગ્ય જોખમમાં હોવાથી જનતાએ જાગૃત થવુ જરૂરી છે. આ મુદ્દાઓનો ઉલ્લેખ બેનરોમાં કરવામાં આવ્યો છે.