જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળી આવેલી કથિત શિવલિંગ? જૂઓ વીડિયો - જ્ઞાનવાપી મસ્જિદ
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પ્રકરણમાં (Gyanvapi Masjid Controversy) હવે શિવલિંગને લઈ દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને લઈને જ્યારે અંજુમન ઈન્તઝા મિયાં મસાજિદ કમિટીના વકીલ તૌહીદ ખાન અને સેક્રેટરી યાસીન સાથે વાત કરવામાં આવી તો તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટને યોગ્ય ઠેરવી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ એકદમ સાચી છે. 'હિંદુ તરફથી શિવલિંગ તરીકે જે કહેવામાં આવી રહ્યું છે તે શિવલિંગ નથી પરંતુ તૂટેલા ફુવારાનો ભાગ (Shivling in Gyanvapi Mosque) છે'. અંજુમન એરેન્જમેન્ટ્સ મસાજિદ કમિટીના સેક્રેટરી યાસીનનું કહેવું છે કે જેને શિવલિંગ કહેવામાં આવે છે તે ફુવારોનો ભાગ છે શિવલિંગનો (Gyanvapi complex Shivling) નહીં. લાંબા સમય પહેલા એને નુકસાન થયું હતું. યાસીને કહ્યું કે, મામલાની સ્પષ્ટતા કરવા માટે આની વૈજ્ઞાનિક (Scientific Verification of Evidence) તપાસ કરાવવી જરૂરી છે.
Last Updated : May 17, 2022, 6:22 PM IST