અંબાજી મંદિરને LED વોલ એન્ડ ક્રિયેટિવ કોન્સેપ્સ્યુઅલ ઈન્ટેલિજન્ટ લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું - Yatradham Ambaji
બનાસકાંઠા : ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે ગરબાનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે ચાચાર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. તેમ છતાં અંબાજી મંદિરને LED વોલ એન્ડ ક્રિયેટિવ કોન્સેપ્સ્યુઅલ ઈન્ટેલિજન્ટ લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવાનો ભાવ ઉત્પન્ન થાય તેવી ભવ્યથી અતિભવ્ય ઝળહળતી રોશની માઇ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાલુ વર્ષે ચાચર ચોકમાં ગરબાની રમઝટ ભલે ન થાય, પણ લાઈટની રમઝટે લોકોને દિવાળીની યાદ જરૂરથી અપાવી દીધી છે.
Last Updated : Oct 17, 2020, 4:23 AM IST