Agnipath Scheme Protest : હરિયાણાના બલ્લભગઢના યુવાનોએ પોલીસ પર કર્યો પથ્થરમારો - અગ્નિપથ યોજનાનો વિરોધ
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. બલ્લભગઢના યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવાનોના પ્રદર્શનને જોતા સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ગુરુવારે પણ બલ્લભગઢમાં પ્રદર્શનકારીઓએ હંગામો કર્યો હતો. જે બાદ પ્રશાસને બલ્લભગઢમાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.