2 વર્ષ બાદ આખરે પાટણની સરકારી કચેરીઓ અને રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા - etv bharat patam government office and highways
પાટણમા 1લી મે ગુજરાતનો સ્થાપના દિવસનો ભવ્ય કાર્યક્રમ (Patan Gujarat Foundation Day 2022) ઉજવવામાં આવનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ વાળા રૂટ પર તેમજ જિલ્લા સેવા સદન યુનિવર્સિટી જુના સર્કિટ હાઉસ બગવાડા દરવાજા તથા શહેરના વિવિધ માર્ગો ઉપર આવેલ મહાનુભાવોની પ્રતિમાઓ સહિતના રાજમાર્ગોને રંગબેરંગી લાઇટોથી સજ્જ કરી રોશનીથી ઝગમગ કરવામાં આવ્યા છે. રંગબેરંગી લાઈટો સાંજે ચાલુ કરતાં શહેરના રસ્તાઓ નવી-નવેલી દુલ્હનની જેમ ખીલી ઊઠયા છે. માર્ગ ઉપરથી પસાર થતા લોકોમાં આ નયનરમ્ય નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.