ગાયોના મોત અંગે AAP માલધારી સંગઠન ગુસ્સામાં, તંત્રને કરી નાખી અપીલ - ગાયોની રક્ષામાં ભાજપ નિષ્ફળ
અમદાવાદમાં આમ આદમી પાર્ટી માલધારી સંગઠને મેયર કિરીટ પરમારને આવેદનપત્ર (AAP Maldhari Sanghathan submitted a petition to the Mayor) આપ્યું હતું. તેમાં તેમણે ગૌ માતાની જાળવણી કરવામાં આવે તેવી અપીલ (AAP Maldhari Association appeal for Gauraksha) કરી હતી. સાથે જ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ એક તરફ ગાયના નામે મત માગે છે. બીજી તરફ ગાયની રક્ષા કરવામાં પાછળ (BJP failed to protect cows) રહી છે. કોર્પોરેશનની બેદરકારીને કારણે 20 જેટલી ગાયો મૃત્યુ (Maldharis anger against the death of a cow) પામી છે. આ પાંજરાપોળમાં ચારે બાજુ ગંદકી, મચ્છરનો ઉપદ્રવ વધારે હોવાના કારણે રોગનું પ્રમાણ વધારે છે. આ ગાયોને જે પ્રમાણમાં ઘાસચારો જોઇએ. તે પ્રમાણે આપવામાં આવતું નથી. એટલે ભૂખના કારણે પણ મૃત્યુ પામી હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, સરખેજ બાકરોલ રોડ પર આવેલા કોર્પોરેશન હસ્તક પાંજરાપોળમાં મંગળવારે 20 ગાયના મોત થયા હતા.