100 કરોડ વેક્સિન ડોઝ પૂર્ણ, સુરતના ટેક્સટાઇલ વેપારીએ સાડીના 1 લાખ કેટલોગ પર વડાપ્રધાન અને વેક્સિનની મૂકી તસ્વીર - Surat News
સુરત: દેશમાં 100 કરોડ લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ લાગી ચૂક્યા છે, ત્યારે શહેરના ટેક્સટાઇલ વેપારીઓએ એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાના સાડીના બોક્સ ઉપર 100 કરોડ વેક્સિન તથા વડાપ્રધાનના ફોટોવાળો કેટલોગ લોન્ચ કર્યો છે. જેથી આ બોક્સ દેશના અનેક શહેરોમાં જાય તો લોકો વધુમાં વધુ વેક્સિન લઈ આ રેકોર્ડને પણ બ્રેક કરે.