કંગના રાનૌત કોરોના મુક્ત થઈ, શેર કર્યો નેગેટીવ રિપોર્ટ - મુંબઈમાં કંગના
મુંબઈ : અભિનેત્રી કંગના રાનૌતે મંગળવારે જણાવ્યું હતું કે, તે કોરોના વાઈરસના ચેપથી મુક્ત થઈ ગઈ છે. આ વિશે માહિતી આપતાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'તમામને નમસ્તે, તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હવે હું કોરોના મુક્ત થઈ ગઈ છું." અત્રે ઉલ્લેખનીય છે કે કંગનાનો રિપોર્ટ 8મી મેના રોજ પોઝિટિવ આવ્યો હતો અને તે હોમ આઈસોલેટ થઈ હતી.