સંબંધોની હત્યા: માતાએ દીકરીને પાંચમાં માળેથી ફેંકી, જુઓ વીડિયો - Child Killing by Mother
બેંગ્લુરૂ: સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, મા તે મા બીજા વગડાના વા. પણ કળયુગમાં સંબંધોની (Child Murder in Karnataka) હત્યા કરતા અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે વ્યક્તિ વચ્ચેના પ્રેમાળ સંબંધો પર પ્રશ્નાર્થ ઊભા થાય છે. કોઈ એક માતા કોઈ દિવસ પોતાના સંતાનનો જીવ લઈ શકે ખરા? પણ કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એ માતાએ પોતાની બાળકીને ઉપરના ફ્લોરમાંથી ફેંકીને એની હત્યા કરી નાંખી છે. બેંગ્લુરૂના સિલિકોન સિટીમાં હૈયુ હચમચી જાય એવી ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ (Minor Baby Girl) બાળકીને જન્મ આપ્યો હતો. આ માસુમ જીવનું બાળમરણ (Child Killing by Mother) એની જ માતાએ કરી નાંખ્યું છે. પાંચ વર્ષની બાળકી દ્વીતીને ચોથા માળેથી ફેંકીને એની હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટના એક સીસીટીવીમાં કેદ (CCTV Footage Karnataka police) થઈ ગઈ હતી. ભલ્લાલદેવ જેવા ક્રુર અને ઘાતકી દીમાગ ધરાવતી માતાએ આ પહેલા એ બાળકીને રેલવે સ્ટેશને છોડી હતી. પિતાએ એ બાળકની શોધખોળ કરીને પરત મેળ્યો હતો. આ માતા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ એક ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. જ્યારે એના પિતા એક ખાનગી કંપનીમાં એન્જિનીયર છે. આ કેસમાં સંપગીરામનગર પોલીસ સ્ટેશનમાં માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પતિ કિરણે પત્ની સુષમ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. બાળકીને ફેંકી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યા હતા પણ તે કરી ન શકી.
Last Updated : Aug 5, 2022, 10:32 PM IST