વડોદરામાં ઇદ એ મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક મળી - Vadodara News
વડોદરાઃ આગામી દિવસોમાં અનેક સમાજના તહેવારો આવી રહ્યા છે. તેમાંથી એક ઇદ-એ મિલાદનો પર્વ હોવાથી આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.વાનીયા તેમજ વિસ્તારના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને હાજર અગ્રણીઓને આગામી તહેવારમાં કોરોનાને અનુલક્ષી જાહેર ઝુલુસ ન નીકાળવા તેમજ ફટાકડા ન ફોડવા માટે પણ સમજણ આપવામાં આવી હતી સાથે જ કોઈ પણ પ્રકારની સંવેદનશીલ કે, શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.યોજાયેલી બેઠકમાં સમાજના અગ્રણીઓએ ગાઇડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરી તંત્રને સાથ સહકાર આપવાની બાહેધરી આપી હતી.