પોરબંદરમાં એક એવી ગરબી જ્યાં માત્ર પુરુષો ટોપી પહેરી રમે છે ગરબા - Porbandar Navratri
પોરબંદર: સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં પણ શ્રી ભદ્રકાલી ગરબી મંડળ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ એકમાત્ર એવી ગરબી છે, જ્યાં માત્ર પુરુષો જ ટોપી પહેરીને કોઈપણ લાઉડ સ્પીકર, ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગર ગરબાના તાલે ઝૂમે છે. આ ગરબીને 96 વર્ષ પૂર્ણ થયાં છે અને 97માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.