વડોદરા નિઝામપુરા વિસ્તાર માંથી 7.22 લાખનું MD ડ્રગ ઝડપાયું - MD ડ્રગ જપ્ત
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારની સોસાયટીમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા બે શખ્સોને શહેર એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર હાલોલના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે બે મોબાઇલ ફોન અને રૂપીયા 7.22 લાખની કિંમતનો 72.27 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર એસ.ઓ.જી પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે સમા વિસ્તારની અરવિંદ સોસાયટીના મકાન નંબર બી16માં રહેતો હિમાંશુ પ્રજાપતિ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે જેના આધારે પોલીસે દરોડો પાડી હિમાંશુને દબોચી લીધો હતો. દરોડા દરમિયાન ઘરમાં હાજર અન્ય વ્યક્તિ વીરલ ઉર્ફે બિલ્લા એ ડ્રગ્સ ખરીદવા માટે આવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની પણ ધરપકડ કરી હતી પોલીસે મકાનની તલાસી દરમ્યાન બેઠક રૂમના કબાટમાં રાખેલા ડબ્બામાંથી એમડી ડ્રગ્સ શોધી કાઢ્યું હતું.