હરિયાણાના 522 લોકોએ ગુજરાતમાં કર્યું સ્વચ્છતા અભિયાન - હરિયાણા રાજ્ય
અંબાજીઃ બીજી ઓક્ટોબર ગાંધીજયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે હરિયાણા રાજ્યના 500થી વધુ સરપંચ, તલાટીઓ,આંગણવાડી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા લોકોએ અંબાજીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. હરિયાણાના 22 જિલ્લામાંથી 522 જેટલા લોકોએ 22 ટીમો બનાવી ગુજરાતમાં અનેક સ્થળોએ સ્વછતાના કાર્યક્રમો યોજ્યા હતા. આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહીત દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વન યુઝર પ્લાસ્ટિક મુક્ત અભિયાનને સાકાર કરવા પણ સંકલ્પ લીધો હતો.