બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યુથ કોંગ્રેસે વિરોધ કર્યો - Youth Congress objected
પાટણ: રાજયમાં તાજેતરમાં લેવાયેલ બિન સચિવાલયની પરીક્ષામા સામે આવેલ ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે પાટણ યુથ કોગ્રેસ કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર વિધાર્થીઓ સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા આ પરીક્ષા રદ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં યુથ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો યુથ કૉંગ્રેસના આગેવાનો કાર્યકરોએ બગવાડા ચોક ખાતે એકત્ર થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાને બગવાડા ચોક પાસે આવેલ સરદારની પ્રતિમા પાસે ચક્કાજામ કર્યું હતું.