પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાશે કાર્યશાળા - આચાર્ય દેવવ્રત
ગાંધીનગકર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં પ્રાકૃતિક ખેતી અંગેના સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું આવતીકાલના રોજ 9 કલાકે મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.