મહિલા કોંગ્રેસ દ્વારા દુષ્કર્મના આરોપીને સજા આપવા કેન્ડલ માર્ચ યોજાઈ - Womens Congress
રાજકોટ: મહિલા કોંગ્રેસ દ્વારા આજે ઇન્દિરા સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. હાલ દેશમાં બાળકીઓ અને મહિલાઓ પર થઈ રહેલા દુષ્કર્મ મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાની આગેવાની રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. તેમજ આ પ્રકારની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી. તેમજ ભાજપ સરકાર દ્વારા આવા ગંભીર ગુનાઓના કેસનો તાત્કાલિક કોર્ટમાં ચલાવવા સાથે દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ બે દિવસ અગાઉ એક શ્રમિક પરીવારની 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે નશાની હાલતમાં દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજ્યભરમાં આરોપી વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો.