ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંકલેશ્વરની મહિલાએ કોરોનાને મ્હાત આપ્યા બાદ તબીબો દ્વારા કૃત્રિમ ધમની નાખી તેનું હૃદય પુન:ધબકતું કરાયું - DDMM Heart Hospital

By

Published : Oct 6, 2020, 10:10 PM IST

ભરૂચઃ અંકલેશ્વરના કાપોદ્રા ગામે આવેલા આજવા કોમ્પ્લેક્ષમાં રહેતી એઈમન સિદ્દીકી નામની મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પ્રસુતિના બે મહિના બાદ મહિલા કોરોના સંક્રમિત થઇ હતી. બીજી તરફ મહિલાને શરીરના વિવિધ ભાગમાં દુખાવો ઉપડ્યો હતો. જેના પગલે તેને નડિયાદની ડીડીએમએમ હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબી પરિક્ષણમાં તેને હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની પાતળી અને ફુગ્ગા જેવી ફૂલી ગઈ હોવાથી શરીરમાં શુદ્ધ લોહી પરિભ્રમણ કરી શકતું ન હતું. મહિલાનું હૃદય 50 થી 60 ટકાના સ્થાને 20 ટકા જ પમ્પીંગ કરી શકતું હતું. આથી તબીબ ડો.સંજીવ પીટર દ્વારા જટિલ અને જોખમી ઓપરેશન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. 10 કલાકના ઓપરેશનમાં મહિલાને કુત્રિમ ધમની નાખી હૃદય પુન:ધબકતું કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details