મહેનત અને તેના પાછળના ઉત્તમ વિચારોથી તમે ચાહો તે બની શકો છો: નારાયણ ટી. રાણા - MSMEના કેન્દ્રીયપ્રધાન
અમદાવાદના એન્ટરપ્રન્યોર ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ (EDI)ઓફ ઇન્ડિયા (Entrepreneur Development Institute of India) ખાતે યોજાયેલા એક સેશનમાં MSMEના કેન્દ્રીયપ્રધાન ( MSME Union Minister) નારાયણ ટી. રાણેએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, EDI છેલ્લા ઘણા વર્ષોથી નવા એન્ટરપ્રન્યોરને જન્મ આપી રહી છે. ભારતને આત્મનિર્ભર બનાવવાના દિશામાં આ સંસ્થા કામ કરી રહી છે તે અભિનંદને પાત્ર છે. આ જોઈને મને લાગે છે કે એક દિવસે આપણો દેશ આત્મનિર્ભર બની જશે. ગુજરાત સરકારે પણ 23 એકર જમીન MSME માટે આપી છે. સંસ્થાને જોઈ મને લાગે છે કે આવા જ પ્રયત્નોથી ભારત મહાસત્તા તરીકે નામના મેળવશે. હાલમાં કુલ ઉત્પાદનમાં ચાઇના 49 ટકા ઉત્પાદન કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી તેની ઘણી ફેકટરી બંધ થઈ ગઈ છે. યુવાનોને સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું કે, આપણે મોટા સપનાઓ જોવાના છે. તેમણે પ્રસિદ્ધ બિઝનેશ મેન ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેમણે ખૂબ નાના પાયેથી શરૂઆત કરી હતી.