દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી, પંચમહાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરાયું - પંચમહાલમાં દશેરાની ઉજવણી
પંચમહાલઃ દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં આવેલા પોલીસ હેડ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા લીલાબેન પાટીલ તેમજ DYSP, મહિલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રો જેમા બંદૂક, મશીનગન, પિસ્તોલ સહિતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ પોલીસ વિભાગના બે ઘોડા જુલીયો અને રાજ હંસ તેમજ ડોગ રોકીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.