વિજ્યાદશમી નિમિત્તે અરવલ્લીમાં વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું - Vijayadashami
અરવલ્લી: વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે વિરતા અને શોર્યની ઉપસાનાનું મહત્વ છે. આ અંતર્ગત અરવલ્લીમાં વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું. અરવલ્લી જિલ્લા પોલીસ વડા કચેરીમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની ઉપસ્થિતિમાં પોલીસના શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ બાયડ તાલુકાના વાસણી રેલ, કોજણ, ઉંટરડા તેમજ ફતાજીના મુવાડા ગામે દશેરાના પાવન પર્વ નિમિત્તે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.