કપડવંજમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ, ભૂંગળિયા ડેમમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાયું - kheda news
ખેડા: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે વરાંસી નદીમાં પાણીની આવક વધતા કપડવંજ તાલુકાના ભૂંગળિયા ડેમમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આસિસ્ટંટ એન્જિનિયર દ્વારા જણાવાયું છે કે, ઉપરવાસમાં વધુ વરસાદ વરસશે તો ભવિષ્યમાં પણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. મહત્વનું છે કે, ખેડાના કપડવંજ તાલુકામાં 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈ સીઝનનો સારો વરસાદ થતા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
Last Updated : Aug 25, 2020, 7:09 PM IST